Paytmની જબરદસ્ત ઓફર, પેટ્રોલના પેમેન્ટ પર મળશે 7500 રૂ.નું કેશબેક
paytm એ આ ઓફર 1 ઓગસ્ટ 2018થી શરૂ કરી છે. 31 જાન્યુઆરી 2019 સુધી પેટ્રોલ પેમેન્ટ કરવા બદલ આ ઓફરનો લાભ મળી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: પેટ્રોલ ડીઝલના ભાવોને લઈને આપણે હંમેશા વિચારીએ છીએ કે તે ક્યારે ઓછા થશે. પરંતુ સસ્તા થવાની જગ્યાએ પેટ્રોલના ભાવ સતત વધી રહ્યાં છે. પેટ્રોલ-ડીઝલના ભાવો રોજ બદલાય છે અને લોકો પણ રોજેરોજ પેટ્રોલ ડીઝલ પૂરાવતા હોય છે. પરંતુ જો પેટ્રોલનું પેમેન્ટ કરવાથી કેશબેક મળે તો કેવું લાગે. કે પછી એમ કહીએ કે તમે પેમેન્ટ કરો પરંતુ તે રૂપિયા તમને પાછા મળે તો કેવું લાગે. પેટીએમએ જબરદસ્ત ઓફર કાઢી છે. જેમાં પેટ્રોલ અને ડીઝલનું પેમેન્ટ કરવાથી મોટુ કેશબેક મળશે. કેશબેક અને તે પણ 7500 રૂપિયા સુધીનું. જો તમે તમારી ગાડીમાં પેટ્રોલ નખાવ્યાં બાદ પેટીએમથી પેમેન્ટ કરશો તો તમને 7500 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે.
1 ઓગસ્ટથી શરૂ થઈ ઓફર
Paytm એ આ ઓફર 1 ઓગસ્ટ 2018થી શરૂ કરી છે. 31 જાન્યુઆરી 2019 સુધી પેટ્રોલ પેમેન્ટ કરવા બદલ આ ઓફરનો લાભ મળી શકે છે. ઓફર હેઠળ તમારા તમામ ટ્રાન્ઝેક્શનની ઓછામાં ઓછી વેલ્યુ 50 રૂપિયા હોવી જોઈએ. એટલે કે તમારે ઓછામાં ઓછુ 50 રૂપિયાનું પેટ્રોલ ભરાવવું પડશે.
દિવસમાં એક પેમેન્ટ પર ફાયદો
કેશબેકનો લાભ દિવસમાં ફક્ત એક જ વાર મળી શકે છે. તેનો અર્થ એ થયો કે જો તમે દિવસમાં અનેકવાર પેટ્રોલ ભરાવવા જશો અને તેનું પેમેન્ટ પેટીએમથી કરશો તો તમને કેશબેક ફક્ત પહેલા ટ્રાન્ઝેક્શન પર જ મળશે. પેટીએમની શરતો મુજબ કેશબેક તમને તમારા ટ્રાન્ઝેક્શનના 48 કલાકોની અંદર તમારા પેટીએમ વોલેટમાં જમાં થઈ જશે.
Pay using Paytm at Petrol Pumps & Get up to ₹7500 Cashback. Valid till 31st January 2019. T&C Apply.
— Paytm (@Paytm) August 7, 2018
કેવી રીતે મળશે 7500 રૂપિયા સુધીનું કેશબેક
પેટ્રોલ પંપ પર પહેલીવાર પેટીએમ પેમેન્ટ કરવા પર તમારે ઈલેક્ટ્રિસિટી બિલ પર 50 રૂપિયાનું ફ્લેટ કેશબેક અને પેટીએમ પેમેન્ટ બેંકનો ઉપયોગ કરતા 10 રૂપિયાનું ફ્લેટ કેશબેક મળશે. બીજી બાજુ બીજીવાર પેટ્રોલનું પેમેન્ટ પેટીએમથી કરવા પર મૂવી ટિકિટ પર 100 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ત્રીજુ ટ્રાન્ઝેક્શન કરવા પર તમને Oyo રૂમ્સનું 350 રૂપિયાનું કેશબેક મળશે. ચોથુ ટ્રાન્ઝેક્શન કરવા પર તમને DTH રિચાર્જ પર 25 રૂપિયાનું ફ્લેટ કેશબેક મળશે.
દરેક 10માં ટ્રાન્ઝેક્શન પર 1350 રૂપિયાનું કેશબેક
પેટ્રોલ પંપ પર પાંચમું ટ્રાન્ઝેક્શન કરવા પર તમને મૂવી ટિકિટની ખરીદી પર 200 રૂપિયાનું કેશબેક મળશે. જ્યારે છઠ્ઠા ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનું ફ્લેટ કેશબેક મળશે. 10માં ટ્રાન્ઝેક્શન પર તમને 1350 રૂપિયાનું કેશબેક મળશે. ત્યારબાદ દરેક 10માં ટ્રાન્ઝેક્શન પર તમને 1350 રૂપિયાનું કેશબેક મળશે. ઓફર સંબંધિત તમામ નિયમો, શરતો અને જાણકારી માટે તમે આ લિંક પર ક્લિક કરી શકો છો. (https://paytm.com/offer/petrol-pump-offers/)
31 જાન્યુઆરી 2019 સુધી જ ઉઠાવી શકશો ફાયદો
પેટીએમના કેશબેક ઓફરનો ફાયદો 31 જાન્યુઆરી 2019 સુધી જ ઉઠાવી શકાય છે. પેટ્રોલ પંપ પર Paytmથી પહેલુ ટ્રાન્ઝેક્શન કર્યા બાદ તમારી પાસે 7500 રૂપિયાવાળા કેશબેક ઓફરમાં સામેલ થવા માટે એક એસએમએસ આવશે. તમે તમારા પ્રોફાઈલ સેક્શનમાં અપાયેલા કેશબેક ઓફર્સ પર ક્લિક કરીને તેનો લાભ ઉઠાવી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે